રાજકોટ-

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાં દર્દીઓને ખાનગી તેવા સિવિલ હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી લાઈનમાં દર્દીઓને ઉભા રહેવાનો વારો આવ્યો છે. ત્યારે ગઇકાલે રાત્રે સિવિલ હોસ્પિટલ બહાર લાઇનમાં ઊભા રહેલા એક દર્દીની તબીય અચાનક લથડી હતી અને ઓક્સિજન લેવલ નીચું આવતા દર્દીને જમીન પર ઊંધા સુવડાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

રાજકોટમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવી રહ્યા છે. ત્યારે રાજકોટની સિવિલ અને ખાનગી તમામ હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઈ રહ્યાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો છે. ગઇકાલે રાત્રે સિવિલ હોસ્પિટલ બહાર લાઇનમાં ઊભા રહેલા એક દર્દીની તબિયત અચાનક લથડી અને ઓક્સિજન લેવલ નીચું જતું રહ્યું હતું, આથી હાજર લોકોએ દર્દીને ઊંધા સુવડાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઉલ્લખનિય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે તો સામે દર્દીની સંખ્યા સતત વધતી જઈ રહી છે. દર્દીઓએ એમ્બ્યુલન્સમાં જ સારવાર કરવાનો વારો આવ્યો છે. એવામાં દર્દીઓને રાહત આપતો રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ડોમ ઉભા કરવામાં આવશે.