સિડની

અત્યારે ઓસ્ટ્રેલિયામાં પૂરે તબાહી મચાલેવી છે ત્યારે પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે લોકો પૂરથી બચવા માટે સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે એક કલપ પૂર વચ્ચે ફોટો શૂટ કરાવવા પહોંચી ગયું હતું. જોકે, આવું કરવું કપલ માટે મુશ્કેલ બની ગયું હતું. ફોટો શૂટદરમિયાન કપલ પૂરમાં ફસાયું હતું. અને સ્થાનિક તંત્ર દ્વારા કપલનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવું પડ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા કેટલાક દિવસથી પૂરના પાણીએ તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 18000 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે.અહીં હાલત એટલી બધી ખરાબ છે કે રોડ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. કેટલાય વૃક્ષો પડી ગયા છે.

એવામાં લોકો કપલ કેટ ફોદેરિંધમ અને વાયને બેલ લગ્ન કરવા જઈ રહ્યા હતા. પરંતુ ત્યારે જ પૂર આવ્યું પરંતુ તેમણે શહેર પાર કરવું હતું. પૂરનું પાણી રસ્તા પર આવી જવાને કારણે તેઓ એ જગ્યા પર ફસાઈ ગયા હતા. દુલ્હને આ બાબતનો ફોટો સોશ્યલ મીડિયામાં પણ મુક્યો છે.

જોકે આ ભીષણ કુદરતી આપદા વચ્ચે આ યુગલનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. કારણકે આ યુગલે પૂરના પાણી વચ્ચે જ વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ હતું. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મળતી વિગતો પ્રમાણે કેટ ફોધરિંગમ અને વાયને બેલના લગ્ન થવાના હતા. તેઓ લગ્ન કરવા માટે ચર્ચ જઈ રહ્યા હતા અને પૂરના પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી આવી જતા આ કપલ ફસાઈ ગયુ હતુ. જોકે એ પછી તેમણે આવી સ્થિતિમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું અને જે ફોટો કેટ ફોધરિંગમે સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.

તેનુ કહેવુ હતુ કે, મને લાગ્યુ હતુ કે, લગ્ન માટે વેન્યૂ પર નહીં પહોંચી શકાય એટલે મેં રસ્તામાં જ મારા પતિ સાથે ફોટો શૂટ કરાવ્યુ હતુ.જોકે એ પછી હું ચર્ચ પર પહોંચી શકી હતી અને મેં લગ્ન કરી લીધા છે. મળતી વિગતો પ્રમાણે કેટ અને વાયને ફસાઈ ગયા બાદ એક હેલિકોપ્ટરે તેમને રેસ્ક્યુ કર્યા હતા અને ચર્ચ સુધી પહોંચાડ્યા હતા.