ભરૂચ-

જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. ત્યારે મેડિકલ માફિયાઓ પણ દર્દીઓની મજબુરીનો લાભ ઉઠાવી રેમડેસીવીર ઈન્જેક્શન તથા અન્ય મેડિકલ ઈન્સ્ટુમેન્ટની કાળાબજારી કરી રોકડી કરી રહ્યા છે. આવા સમયે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીની ટીમ સતત મોનીટરિંગ કરી રહી છે. અગાઉ પણ ભરૂચ અંકલેશ્વરમાંથી ઈન્જેક્શનની કાળાબજારી કરનારા તબીબ સહિત અત્યારસુધી ૫ લોકોને પોલીસે પકડ્યા હતા. ભરૂચમાંથી વધુ એક શખ્સ મુબીન મકબુલ શરીફ ચૌહાણે ઉંચી કિંમતે રેમેડેસીવીર ઈન્જેક્શન વેચવા જતા વસીલા બસ સ્ટેન્ડ પાસેથી ઁૈં જે.એન ઝાલા તથા ઁજીૈં એ.એસ.ચૌહાણની ટીમે ૪ ઈન્જેક્શન રૂપિયા ૧૩,૯૬૦ સાથે ઝડપી પાડ્યો હતો. વાહન અને મોબાઈલ મળી કુલ ૪૩,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ તેને બી-ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.