ઇન્દોર-

કોરોના મહામારીમાં પણ કેટલાક લોકો પીડિતોને મદદ કરવાને બદલે તેમના જીવન સાથે રમત રમી રહ્યા છે. આવા લોકો રૂપિયાની લાલચમાં જ દર્દીઓના જીવ જાેખમમાં મુકી રહ્યા છે. ઈન્દોરની હાલની ઘટના છે. અહીં એક આરોપીએ પાણી ભરીને ટોસિલિઝુમેબનાં ઇન્જેક્શન અઢી-અઢી લાખમાં વેચ્યા હતા. તેની પાસે જેમ જેમ રૂપિયા આવતા ગયા, તેનાથી કુલર, ફ્રિજ, તિજાેરી અને મોબાઈલ સાથે વર્ષભરનું રાશન ખરીદ્યું હતું. આટલું જ નહીં, તેણે તેની ગર્લફ્રેન્ડ માટે હજારો રૂપિયાના કપડા ખરીદ્યા અને અનેક ગિફ્ટ પણ આપી. લોકડાઉન સમાપ્ત થયા બાદ આરોપી પોતાની ગર્લફ્રેન્ડને ફરવા લઈ જવાનો હતો.

તહજીબ કાઝીના જણાવ્યા અનુસાર સુરેશ યાદવ લક્ષ્મણપુરા શેરી નંબર ૩ બાંણગંગામાં રહે છે. એક પીડિતે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, બદમાશોએ તેને ટોસિનું ઇન્જેક્શન જણાવીને અઢી લાખ રૂપિયામાં પાણીથી ભરેલું વેચ્યું છે. સાથે એમ પણ કહ્યું કે આરોપી સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તેણે મારો (પીડિત) મોબાઇલ નંબર બ્લોક કરી દીધો છે. જીૈં પ્રિયંકા શર્માને સોશિયલ મીડિયા ગ્રૂપ ઈન્દોર સ્માર્ટ સિટી પર ટોસિના ઇન્જેક્શનની માંગણી કરવા જણાવ્યું હતું, જ્યારે આરોપીઓ તેની સાથે ચેટ કરીને જણાવ્યું કે તે ઈન્જેકશન આપશે. તેની અસલ કિંમત૪૦ હજાર છે, પરંતુ હાલમાં બ્લેકમાં કાળા અઢી લાખ રૂપિયામાં મળશે. એમ કહીને આરોપીએ પ્રિયંકા સાથે અઢી લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. મંગળવારે આરોપીએ પ્રિયંકાને વિજય નગરમાં રાધેશ્યામ કુસ્તીબાજનાં ઘર પાસે મળવા બોલાવ્યો હતો. આરોપીએ સબ ઈન્સ્પેક્ટરને રૂપિયા ખાંડ કે અનાજ ભરેલી થેલીમાં લાવવા જણાવ્યું હતું. જાે પોલીસ પૂછે તો કહી દેજાે કે તે ઘર માટે રાશન લેવા ગઈ હતી.

આરોપી સાથે સોદો નક્કી થયા બાદ પોલીસ સ્ટેશનના અધિકારી ભરતને ઓટો ડ્રાઇવર બનાવી જીૈં ગ્રાહક બનીને ગયા હતા. ઘટના સ્થળે આરોપી રૂપિયાની થેલી લઇને પ્રિયંકાને કહ્યું કે જલ્દીથી જતાં રહો નહીં તો પોલીસ આવી જશે. આ દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપીને ખબર નહોતી કે તે ઈન્જેકશન આપી રહ્યો હતો તે પોતે પોલીસનો સ્ટાફ જ હતો. છેતરપિંડી કરનાર એટલો દુષ્ટ હતો કે જ્યારે તેને ઈન્જેક્શન માટેનો સંદેશો મળતો હતો ત્યારે તે પહેલા જાની લેતો હતો કે જે વ્યક્તિને ઈન્જેક્શનની જરૂર હતી તે સ્ત્રી છે કે પુરુષ. ત્યાર પછી તે તેની સાથે સોદો નક્કી કરતો હતો. તે પુરુષોને ખૂબ જ મુશ્કેલીથી ઇન્જેકશન આપતો હતોમ જ્યારે છોકરીઓને સરળતાથી વેચતો હતો.