શ્રીનગર-

સરહદ પારથી સતત આતંક ફેલાવવામાં રોકાયેલા પાકિસ્તાની પોષિત આતંકી સંગઠન હવે ભારતમાં મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્ત સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા ભારતમાં કોમી તણાવ ફેલાવવા માટે જમ્મુના મંદિર પર હુમોલ કરવાની યોજના બનાવી રહ્યા છે. ગુપ્ત એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા બાદ જમ્મુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યં છે.

5 અને 15 ઓગસ્ટના રોજ આતંકવાદી હુમલાનું કાવતરું સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનો 5 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના રોજ જમ્મુમાં મંદિરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરવાની બીજી વર્ષગાંઠ છે, જ્યારે 15 ઓગસ્ટ એ સ્વતંત્રતા દિવસ છે. આ પ્રસંગે આતંકવાદી સંગઠનો ભારતને હચમચાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા પરિપત્રમાં ઉડ્ડયન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે, ભારત આવવા-જવાની આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર ફ્લાઈટ પરનું સસ્પેન્શન એક મહિના સુધી વધારવામાં આવ્યું છે.