અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા રાત્રી કફ્ર્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતનાં ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાત્રીનાં ૯થી સવારે સવારે ૬ વાગ્યા સુધી કફ્ર્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦ નવેમ્બરથી લાગુ કરવામાં આવેલો રાત્રી કફ્ર્યૂ હજી સુધી યથાવત્ત છે. સરકાર હજી પણ રાત્રી કફ્ર્યૂં હટાવવાનાં મૂડમાં નથી. તેવામાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા આ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મુદ્દે હાઇકોર્ટમાં પણ ગાંજ્યો હતો. જેના પગલે હાઇકોર્ટે આ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેનાં જવાબમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકારનાં આરોગ્ય વિભાગ અને એડવોકેટ દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં એડ્‌વોકેટ જનરલ દ્વારા જણાવાયું કે, રાત્રી કફ્ર્યૂનાં કારણે દિવાળી બાદ બેકાબુ થઇ ચુકેલા કોરોના કેસમાં થઇ રહેલા વધારાને ડામવામાં સફળતા મળી હતી. ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્ર સચિવે પણ આ અંગે જણાવ્યું કે, રાત્રી કફ્ર્યૂનાં કારણે સરકારને ખુબ જ મદદ મળી રહી છે. જેથી હાલમાં આ રાત્રી કફ્ર્યૂ હટાવવા અંગેનું કોઇ જ આયોજન નથી. ૩૧ ડિસેમ્બર નજીકમાં હોવાનાં કારણે હાલ રાત્રી કફ્ર્યૂં યથાવત્ત રાખવો જરૂરી છે. આ ઉપરાંત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં પણ રાત્રી કફ્ર્યૂ યથાવત્ત રાખવામાં આવે તેવી શક્યતા છે તેવો જવાબ સરકાર દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. સરકારનાં આ વલણને હાઇકોર્ટે પણ સમર્થન આપ્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું કે, રાત્રી કફ્ર્યૂનાં કારણે કોરોના ડામવામાં સફળતા મળી તે પ્રાથમિક રીતે તો જાેઇ શકાય છે. માટે સરકાર દ્વારા લેવાયેલો ર્નિણય યોગ્ય લાગી રહ્યો છે. વિવિધ વેપારી સંગઠનો દ્વારા રાત્રી કફ્ર્યૂ રાત્રીનાં ૧૧થી સવારનાં ૬ વાગ્યા સુધીનો રાખવાની માંગ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે રદ્દ કરતા જણાવ્યું કે, હાલમાં જે કોરોનાની સ્થિતી છે તેને જાેતા સરકારનો ર્નિણય યોગ્ય છે. સરકાર ઇચ્છે તો રાત્રી કફ્ર્યૂં લંબાવી શકે છે. હાલમાં કોરોનાની સ્થિતી જાેતા સરકાર સમયોચિત ર્નિણયો લઇ શકે છે. 

રાજ્યમાં તબક્કાવાર શાળાઓ ખોલવાનું આયોજન

ગાંધીનગર રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી હતી. રાજ્યમાં શાળા તબક્કાવાર રીતે ખોલવાની સરકારની યોજના છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હાઇપાવર કમિટીના ર્નિણય બાદ શાળાઓ કોલેજાે ખોલવા અંગે ર્નિણય કરાશે. કોરોના સંકટના કારણે શાળાઓ બંધ છે. સરકાર રાજ્યમાં તબક્કાવાર રીતે શાળાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. શાળાઓ ક્યારથી શરૂ કરવી તેને લઈ હાઈપાવર કમિટિ ર્નિણય લેશે.

માસ્ક વગરના લોકો પાસેથી ૧૧૬ કરોડ દંડ વસુલાયો

અમદાવાદ  કોરોના મહામારી વચ્ચે એકમાત્ર માસ્ક જ સંક્રમણ સામે રક્ષણ આપી રહ્યું છે, જેને પગલે પોલીસ દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અત્યાર સુધી કરોડો રૂપિયાનો દંડ રાજ્ય સરકારની તિજાેરીમાં ભેગો થઈ ચૂક્યો છે. ગુજરાત પોલીસે એક દિવસમાં ૧ કરોડનો દંડ વસૂલ્યો હોવાનો એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં શહેરમાં માસ્ક ન પહેરાનારા પોતાની જાતને તો મુશ્કેલીમાં મૂકી રહ્યા છે, સાથો સાથ બીજાની જિંદગી સાથે પણ ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે શહેરમાં એક દિવસમાં માસ્ક ન રહેરનારા ૧૨,૮૯૬ લોકોને ગુજરાત પોલીસે દંડ ફટકાર્યો છે, જેમાં પોલીસને ૧ કરોડ ૨૮ લાખથી વધારે રકમ ભેગી થઈ છે. ગુજરાત પોલીસે જાહેરનામા ભંગના ૪૭૫ ગુના પણ દાખલ કર્યા છે. કોરોનાકાળમાં ગુજરાતીઓના ખિસ્સા ખાલી થઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાકાળથી અત્યાર સુધી લોકોએ રૂપિયા ૧.૧૬ અબજનો દંડ વસૂલ્યો છે.