નવી દિલ્હી

હિમા દાસ અને રાષ્ટ્રીય રેકોર્ડ ધારક દુતી ચંદની વર્લ્ડ એથ્લેટિક્સ રિલે માટે ભારતીય મહિલાઓની ૪ × ૧૦૦ મીટર ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જે ૧ અને ૨ મેના રોજ પોલેન્ડના સિલેશિયામાં યોજાનારી ઓલિમ્પિક ક્વોલિફિકેશન સ્પર્ધા છે. ગયા મહિને ફેડરેશન કપમાં મહિલા ૧૦૦ મી ફાઈનલમાં દુતીને હરાવનાર એસ ધનાલક્ષ્મી પણ ટીમમાં છે. પુરુષોની ૪ × ૪૦૦ અને મહિલાઓની ૪ × ૪૦૦ મીટર રિલે ટીમો પણ ભાગ લેશે.

આ સ્પર્ધાની ટોચની આઠ ટીમો સીધા જ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે. ભારતની ૪ × ૪૦૦ મીટરની મિશ્રિત રિલે ટીમે પહેલેથી જ દોહામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૧૯ ની સેમિફાઇનલમાં પહોંચીને ટોક્યોની ટિકિટ કાપી છે. ભારતની એથ્લેટિક્સ ફેડરેશન (એએફઆઈ) એ વર્લ્ડ રિલે માટે કુલ ૨૦ એથ્લેટ્‌સની પસંદગી કરી છે. એપ્રિલ ૨૦૧૯ માં દોહામાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ પછી ભારતીય ફેરાટા દોડવીરો માટે તે પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હશે.

ટીમોઃ

 પુરુષોની ૪ × ૪૦૦ મીટર રિલેઃ અમોજ જેકબ, નાગનાથન પાંડી, મોહમ્મદ અનસ યાહિયા, અરોકીયા રાજીવ, સાર્થક ભાંભરી, અટ્‌ઠજય્યાસમી ધરૂન અને ર્નિમલ નોહ ટોમ.

મહિલાઓની ૪ ટ ૪૦૦ મીટર રિલેઃ એમ.આર.પૂવામ્મા, શુભા વેંકટેશ, કિરણ, અંજલિ દેવી, આર રેવતી, વી.કે.વિસમય અને જીસન્ના મેથ્યુ.

મહિલાઓની ૪ × ૧૦૦ મીટર રિલેઃ એસ ધનાલક્ષ્મી, દુતીચંદ, હિમા દાસ, અર્ચના સુસેન્દ્રન, હિમાશ્રી રોય અને એટી દાનેશ્વરી.