હિમાચલ પ્રદેશ-

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં નિગુલસેરી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ -5 પર ચીલ જંગલ પાસે ખડક પડવાના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક બસને ભારે નુકશાન થયું છે. ખડક પાડવાના કારણે આ બસ રસ્તા પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ છે. આ માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. કિન્નૌર જિલ્લામાં મુરંગ-હરિદ્વારના રૂટ પર ચાલતી આ બસ છે. આ બસની સાથે બીજા અન્ય વાહનો પણ કાટમાળ નીચે દટાયા ગયા હતા. બસ અને અન્ય વાહનોમાં જે લોકો મુસાફરી કરી રહ્યા હતા તેના અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. અકસ્માત બાદ બસના ડ્રાઈવરે ઘટનાસ્થળેથી માહિતી આપી છે કે, 'બસમાં 35 થી 40 લોકો હતા. આ ઘટના કિન્નરના ભાવાનગર નજીક બની હતી. બસ એટલી નીચે પડી છે કે રોડ પરથી દેખાવી મુશ્કેલ છે.' મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ ઘટના અંગે સ્ટેટમેન્ટ આપ્યું છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે રેસ્ક્યુઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓને બને તેટલું જલદીથી બચાવ કાર્ય શરૂ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાંક દિવસોમાં ઘણી વખત લેન્ડ સ્લાઈડ થવાની ઘટનાઓ જોવા મળી છે. સતત થઈ રહેલા વરસાદના કારણે પહાડોનો અમુક ભાગ ધસી રહ્યો છે. જેના કારણે આવી ઘટનાઓ ઘટી રહેલી જોવા મળે છે.