હિમાચલ પ્રદેશ-

હિમાચલ પ્રદેશમાં એક વ્યક્તિને છોડીને આખું ગામ કોરોના પૉઝિટિવ હોવાનો કિસ્સો નોંધાયો છે.  'ન્યૂઝ 18 ડોટ કૉમ'ના એક અહેવાલ અનુસાર હિમાચલ પ્રદેશના લાહૌલમાં થોરંગ નામના ગામમાં એક વ્યક્તિને બાદ કરતાં સમગ્ર ગામ કોરોના પૉઝિટિવ મળી આવ્યું છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં આ જિલ્લો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ પૈકી એક છે. કોરોના વાઇરસના આ ફેલાવા માટે ગામમાં યોજાયેલ ધાર્મિક આયોજનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે પ્રશાસન દ્વારા રોહતાંગ ટનલના નોર્થ પોર્ટલ નજીક તેલિંગ નલાહની આસપાસ પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવાઈ છે. થોરંગ ગામમાં હાલ 42 લોકો રહે છે. જે પૈકી 41 લોકો કોરોના ટેસ્ટિંગમાં પૉઝિટિવ મળી આવ્યા છે. આ ઘટના બાદ પ્રશાસને લાહૌલ ખાતે પણ પ્રવાસીઓને મુલાકાત લેવાની મનાઈ ફરમાવી દીધી છે.