સુખસર : ગત ૧૪ સપ્ટે.સોમવારના રોજ અત્રેની સી. આર. ગાર્ડી. આર્ટ્‌સ કોલેજ મનપુર ખાતે હિન્દી દિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કૉલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. સુશીલા વ્યાસનું વ્યાખ્યાન યોજાયું. કાર્યક્રમના વક્તા એવા ડૉ. સુશીલા વ્યાસે હિન્દી દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, હિન્દી ભાષાની વર્તમાન સમયમાં ભૂમિકા, હિન્દી ભાષા અને ભાષકોના પ્રોત્સાહન માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ વગેરે જેવા મુદ્દાઓ પર ખૂબ જ વિગતવાર, માહિતીસભર અને રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓ અને કૉલેજના તમામ વિભાગના અધ્યાપકો મળી કુલ ૭૦ જેટલા સહભાગીઓ જોડાયા હતા થયા. કાર્યક્રમના અંતે પ્રિન્સિપાલ એમ.કે.મહેતાએ સૌને હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી હિન્દી ભાષાના મહત્વ અને સમૃદ્ધ સાહિત્યની વાત કરી હતી.