દિલ્હી-

બુધવારે સંસદના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ હતો. આ સત્ર, જે 1 ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાનુ હતું, તે આઠ દિવસ પહેલા સમાપ્ત થયું હતું. 10 દિવસ સુધી ચાલેલા આ સત્રમાં લોકસભામાં 25 બિલ પસાર કરાયા હતા અને 16 નવા બિલ રજૂ કરાયા હતા. તે જ સમયે, રાજ્યસભામાં 25 બીલ પસાર કરવામાં આવ્યા હતા અને છ નવા બીલ રજૂ કરવામાં આવ્યા હતા.

કોવિડ -19 ના વધતા જતા કેસો વચ્ચે સત્ર ઘણી રીતે ઐતિહાસિક રહ્યું છે. સાંસદોએ પ્રથમ વખત સંસદની અંદર રાતોરાત ધરણા પર બેઠા હતા. સત્ર પહેલા સાંસદોની કોરોના વાયરસની તપાસ તમાંમ હાજર સાંસદોની થઈ હતી, ગૃહમાં શનિવાર અને રવિવારે પણ કામ થયું હતું. આ સત્રમાં ભારે હોબાળો, વિરોધ અને 8 સાંસદોનું સસ્પેન્શન પણ થયું હતું.

સોમવારે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ રાજ્યસભાના આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા ત્યારે વિપક્ષે ગૃહનો બહિષ્કાર કર્યો હતો. વિરોધની ગેરહાજરીમાં રાજ્યસભામાં મંગળવાર-બુધવારે સાત બીલ કોઈપણ લોકશાહી ચર્ચા વગર, વિપક્ષની ગેરહાજરી સાથે  પસાર કરવામાં આવ્યા હતા. લેબર કોડ અને એફસીઆરએ એટલે કે વિદેશી યોગદાન સુધારણા જેવા વિવાદિત બિલ પણ પસાર થયા હતા.