બ્રિસ્બેન 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચના પહેલા દિવસે રોહિત શર્માએ કેચ પકડ્યો જે કોઈ ફિલ્ડર માટે સહેલું નથી. રોહિત શર્માએ કેચ પકડ્યો એટલું જ નહીં, રોહિત શર્માનું શારીરિક ક્રિકેટ માટે ફીટ નથી તેવું તેની ફિટનેસ વિશે વાત કરતા તમામ ટીકાકારોનું બોલવાનું પણ બંધ કરી દીધું હતું.

ખરેખર, ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. ઇનિંગ્સની પહેલી ઓવર ભારત માટે મોહમ્મદ સિરાજે કરી હતી, જે આ મેચમાં ભારતનો સૌથી અનુભવી ઝડપી બોલર છે. જોકે, તેની પાસે ફક્ત 3 મેચનો જ અનુભવ છે. આવી સ્થિતિમાં સિરાજે તેની પહેલી ઓવરમાં જ એક તક બનાવી હતી, જેને રોહિત શર્માએ જવા દીધી નહીં. રોહિત શર્માએ આશ્ચર્યજનક કેચ પકડ્યો જે સરળ ન હતું. 

પ્રથમ ઓવરના છઠ્ઠા બોલ પર સિરાજે થોડો સ્વિંગ મેળવ્યો અને ડેવિડ વોર્નરે બેટિંગ કરી. બોલ સ્લિપ એજમાં ગયો. ભારત પ્રથમ ઓવરમાં ત્રણ સ્લિપ વડે બોલિંગ કરી રહ્યુ હતુ. રોહિત શર્મા બીજી સ્લિપમાં હતો, પરંતુ વોર્નરનો કેચ પ્રથમ સ્લિપ અને વિકેટકીપર વચ્ચે હતો, રોહિત શર્મા સંપૂર્ણ પણે બોલ પર નજર રાખી રહ્યો હતો અને તેણે કેચ માટે ડાઇવ મારી 

રોહિતે પહેલા સ્લિપ અને વિકેટકિપરની વચ્ચે નિચે પડીને જમીનથી થોડા ઇંચ ઉપર કેચ પકડ્યો અને એ તમામની બોલતી બંધ કરી જે લોકો ફિટનેસ પર ટીકા કરતા હતા.ત્યારબાદ થોડો સમય પછી બીજો કેચ પણ પકડ્યો અને સાબિત કરી બતાવ્યુ કે શરીર ભારે હોવા છતાં તમામ ક્ષેત્રમાં નિપૂણ છે.