વડોદરા, તા.૨૨ 

કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરેલા કૃષિ વિધેયકનો સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.ત્યારે વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કૃષિ બિલોની હોળી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.અને આબિલ કૃષિ વિરોધી હોંવાનુ જણાવી બિલ પરત ખેંચવાની માંગ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર

આપ્યુ હતુ.

વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યુ હતુ કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકસભા અને રાજ્ય સભામાં મંજુર કરવામાં આવેલા કૃષિ બિલના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને બિલની હોળી કરવામાં આવી હતી.આ બિલ ખેડુત વિરોધી હોંવાનુ જણાવી ખેડૂતો આ બિલથી મજદુર બની જશે અને સંગ્રહ ખોરો સામાન્ય પ્રજાની કમર તોડી નાંખશે. આબિલો ખેડૂતોના હિતમાં નથી પરંતુ ખેડૂતોને મોંતના મુખમાં ધકેલવાના બિલો હોંવાનો આક્ષેપ કર્યો હતો.આ બિલ તાત્કાલીક પરત ખેંજચવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.