વડોદરા,તા.૧૪ 

નવસારી જિલ્લાના વાંસદાના જુના દરબાર વિસ્તારમાં રહેતા એક વ્યકિતએ તેના ઘરમાં પ્રતિબંધ હોવા છતાં પાણીનો કાચબો અને વાદરાનું બચ્ચુ રાખવામાં આવ્યાની જાણ ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને થતા વનવિભાગના અધિકારીઓ સાથે દરોડો પાડી કાચબો અને વાંદરાના બચ્ચાને કબજે લઈને વનવિભાગને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વાઈલ્ડ લાઈફના એસઓએસ રાજ ભાવસારને મળેલી બાતમીના આધારે સંસ્થાના કાર્યકરો વાઈલ્ડ લાઈફના એસઓએસના સભ્યો અને વન વિભાગના અધિકારીઓ સાથે વાંસદાના જૂૈના દરબાર વિસ્તારમાં રહેતા બાજીરાવ સુહાકરના ઘરે દરોડો પાડતા ઘરમાંથી પાણીમાં રહેતો કાચબો અને કપીરાજનું બચ્ચુ મળી આવ્યુ હતું. વન્યજીવ અધિનિયમ હેઠળ કાચબો શિડયુલ-૧ અન કપિરાજનું બચ્ચુ શિડયુલ-૨માં સામવેશ થાય છે અને વન્યજીવોને ઘરમાં રાખવા બિન જામીન પાત્ર ગુનો બને છે. ત્યારે વનવિભાગે વન્યજીવ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.