અમદાવાદ-

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવી કોવિડ હૉસ્પિટલ્સનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં હૉસ્પિટલોમાં બેડ ન મળતાં હોવાની ફરિયાદો ઊઠી રહે છે, એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે દેશમાં સૌથી વધારે ઓક્સિજન બેડ કદાચ ગુજરાતમાં છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં 900 બેડ્સ ધરાવતી ધનવંતરી કોવિડ કૅર હૉસ્પિટલની મુલાકાત લેતી વખતે ગૃહમંત્રી અમિત શાહે આ નિવેદન આપ્યું હતું. શાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં આઈસીયુ બેડ્સની સંખ્યા પણ વધારે છે. આ સાથે જ તેમણે કહ્યું કે ટાટા ટ્રસ્ટ 1200 બેડ્સની હૉસ્પિટલ ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઊભી કરશે, જ્યારે ડીઆરડીઓ 600 આઈસીયુ બેડ્સ ધરાવતી હૉસ્પિટલ બનાવશે