દિલ્હી-

ગૃહમંત્રી અમિત શાહ કોરોના વાયરસથી લડી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે. એવામાં આજે ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલ ટ્વિટ બાદ દેશભરમાં અહેવાલ વહેતા થયા હતા કે ગૃહમંત્રીને કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને તે હવે ઘરે પણ આવી જશે. જોકે હવે મંત્રાલય દ્વારા તેના પર સ્પષ્ટતા આપવામાં આવી છે કે કોરોનાનો ટેસ્ટ જ કરવામાં આવ્યો નથી.

https://twitter.com/ANI/status/1292363279407419393

ગૃહમંત્રી અમિત શાહ કોરોના નેગેટિવ થઇ ગયા છે વાતને ગૃહમંત્રાલય દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. સમાચાર એજન્સીને ગૃહમંત્રાલયના અધિકારીએ કહ્યું કે અમિત શાહ કોરોના પોઝિટિવ થયા તે બાદ કોઈ જ કોવિડ ટેસ્ટ હજુ સુધી કરવામાં આવ્યો નથી. જોકે સવારથી જ અમિત શાહનો કોરોના નેગેટીવ હોવાની વાતે અને ખાસ કરીને કોરોના નેગેટિવ નથી થયા અમિત શાહ જેવા મનોજ તિવારીએ કહ્યું હતું કે અમિત શાહે કોરોનાને મ્હાત આપી છે. એવા ટ્વિટ બાદ સોશીયલ મિડીયામાં ટ્વિટ વાઈકલ થયા બાદ મનોજ તિવારીએ ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું.

નોંધનીય છે કે બીજી ઓગસ્ટના રોજ અમિત શાહ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની પુષ્ટિ થઇ હતી જે બાદથી તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. શાહે તે સમયે ટ્વિટ કરીને કહ્યું હતું કે શરૂઆતના લક્ષણો જોવા મળતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ આઇસોલેટ થઇને પોતાનો કોરોના રિપોર્ટ કરાવી લેવા સૂચન કર્યું હતું.