અમદાવાદ-

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે ફરી એક વાર અનલોક ગાઇડલાઇન અંગે સૂચના જાહેર કરી છે. અનલોકનો સમયગાળો વધારવામાં આવ્યો છે. આ ગાઈડલાઈન ગત મહિને 30 નવેમ્બર સુધી માટે જાહેર કરવામાં આવી હતી. જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બરના રો જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી તે હવે 30 નવેમ્બર સુધી લાગુ રહશે. મુખ્ય તમામ ગતિવિધિઓને અનુમતિ આપી દેવામાં આવી છે. કંટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉનનું પાલન કરવામાં આવશે. જ્યારે કન્ટેન્ટ ઝોન અંગે સરકારના નવા આદેશ મુજબ, આ વિસ્તારોમાં કડક નિયંત્રણના પગલાં અમલમાં મૂકવામાં આવશે અને ફક્ત જરૂરી પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સંબંધિત જિલ્લા કલેક્ટરોની વેબસાઇટ પર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સૂચિત કરવામાં આવશે. આ માહિતી આરોગ્ય મંત્રાલયને પણ શેર કરવામાં આવશે. રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર સાથે અગાઉની સલાહ લીધા વિના કોઈપણ નિયંત્રણ ક્ષેત્રની બહાર સ્થાનિક લોકડાઉન લાદી શકશે નહીં. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે.