વડોદરા, તા.૧૪

ફાયર સર્વિસ-ડેના દિવસે શહેરના ફાયર બ્રિગેડને અલગ રીતે યાદ કરવા પડે તેમ છે.

શહેરમાં સૌ પ્રથમ ફાયર બ્રિગેડનો પ્રારંભ થયો ત્યારે દાંડિયા બજાર ચાર રસ્તા પાસેની બિલ્ડિંગમાં કાર્યરત કરાયું હતું, જે વરસો સુધી ઐતિહાસિક ઈમારત વડોદરાની ઓળખ બની રહી હતી. આ ઈમારતમાં ફાયર કંટ્રોલ રૂમની સાથે ફાયર બ્રિગેડના જવાનો પરિવાર સાથે જ રહેતા હતા. પાંચ વર્ષ પહેલાં આ ઐતિહાસિક ઈમારતને કોર્પોરેશનના તત્કાલીન કમિશનરની નજર લાગી ગઈ... શહેરને સ્માર્ટર્ સિટી બનાવવાની લાઈનમાં અનેક જૂની પુરાણી ઈમારતો પર બૂલડોઝરો ફરી ગયા, જેમાં દાંડિયા બજર સ્થિત ફાયર બ્રિગેડની ઈમારત પણ કોર્પોરેશનના અણઘડ અધિકારીઓની અડફેટે ચઢી ગઈ હતી. પાંચ વર્ષ પૂર્વે શહેરના બ્યુટિફિકેશનના નામે આ ઐતિહાસિક ઈમારત પણ તોડી પાડવામાં આવી. આ ઈમારતમાં રહેતા ફાયર બ્રિગ્રેડના પરિવારો ઘરવિહોણા થઈ ગયા અને ફાયર બ્રિગેડનો કંટ્રોલ રૂમ પણ ધરાશાયી થઈ ગયો. પરંતુ ફાયર બ્રિગેડના જવાનોના પરિવારો આજે પણ ઘરબાર વિહોણા જ રહ્યા છે.