રાજકોટ-

શહેરના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં વધુ એક વખત હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. આજીડેમ પોલીસ દ્વારા ફરી એક વખત હનીટ્રેપના કિસ્સામાં 6 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના ટંકારાના નેકનામ ગામમાં રહેતા ખેતી કામ કરી ગુજરાન ચલાવતા નીતિનભાઈની ફરિયાદ પરથી રાજકોટ શહેરના ચુનારાવાડની જાનકી કુંભાર, ઉર્વેશ ગજેરા, જીલુબેન, ગીતાબેન ગોસ્વામી તથા એક કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં DCP પ્રવીણ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, નીતિનભાઈ દેત્રોજા નામની વ્યક્તિએ આજીડેમ પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, એક સ્ત્રી છેલ્લા દસેક દિવસથી વારંવાર ફોન કરીને અંગત કામ હોય અને તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે એમ કહી મુલાકાત કરવા બોલાવતી હતી. જેથી નીતિનભાઈ દેત્રોજા રાજકોટ આવ્યા હોય ત્યારે જાનકી તરીકે ઓળખ આપનારી સ્ત્રી હડાળા ગામના પાટિયા નજીક એક રૂમ ખાતે લઇ ગઇ હતી અને અન્ય આરોપીઓ આવી ગયા હતા. જે લોકોએ ફરિયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ કહ્યું કે, તમે આ બહેન સાથે ખરાબ કામ કરવા આવ્યા છો. જેથી તમને પોલીસ સ્ટેશને લઈ જવાના છે. રાજકોટમાં વધુ એક વખત હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ફરી એક વખત હનીટ્રેપના કિસ્સામાં 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો, ઉર્વેશ રમેશભાઈ ગજેરા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે.