વડગામ,તા.૮ 

વડગામ તાલુકાના મેમદપુર ગામમાં કોવીડ ૧૯ ની મહામારી સમયે ખડેપગે ઉભા રહીને શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યના કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્રારા  સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના મેમદપુર ગામ ખાતે વૈશ્વિક મહામારી કોરોના સામે શ્રેષ્ઠ લોકસેવા કાર્ય કરવા બદલ મેમદપુરમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.આર.જી.ગઢવી તથા ડો.મહેશભાઈ પટેલ (ડેન્ટિસ્ટ),મનુભાઈ ગોળ(એક્સરે ટેકનિશિયન), અરવિંદભાઈ સોલંકી (એમ્બ્યુલન્સ પાઇલોટ), સતિષભાઈ પટેલ (ફાર્માસિસ્ટ), સી એ.ભાટી (ઓપ્ટોમેટ્રીસ્ટ), મેહુલભાઈ (એકાઉન્ટન્ટ), કુ.કે.એન.પરમાર (સ્ટાફ નર્સ), કુ.કે આર.ચૌહાણ (સ્ટાફ નર્સ)નું તથા મેમદપુર આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડીની ટીમની છ બહેનો વતી શ્રીમતી કમળાબેન.જે.જોશીએ સમગ્ર ટીમનું તથા મેમદપુરની યુવા ટીમ વતી અશ્વિનસિંહ રાઠોડ, મેમદપુર ભાજપા યુવા ટીમ વતી સંજયભાઈ બારોટ તથા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ વશરમભાઈ ભાટિયાનું પ્રસંશાપત્ર સહ આભારપત્ર આપી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી મેમદપુર શક્તિપીઠ ઇન્ચાર્જ રામજીભાઈ કરેણ, શક્તિકેન્દ્ર પ્રમુખ દિપકભાઈ પંડયા, તાલુકા ડેલીકેટ રાજુસિંહ રાઠોડ, વિનોદભાઈ ધૂળિયા, સંજયભાઈ બારોટ, અશ્વિનસિંહ રાજપૂત, નરેશભાઇ ઉપલાણા, સતિષભાઈ પ્રજાપતિ હાજર રહી કોરોનાવોરિયર્સનું તાળીઓ પાડી અભિવાદન કરી આભાર માન્યો હતો.