વિજયવાડા-

આ ઘટના આંધ્ર પ્રદેશના કડપ્પા ખાતે આવેલ કલાસપડુ બ્લોકના મમિલાપલ્લે ગામની છે. ભોગ બનનાર તમામ ખાણમાં કામ કરતા મજૂરો છે. અચાનક ભયાનક વિસ્ફોટ થયો હતો. ઓછામાં ઓછા દસ મજૂરોના મોત થયાનું મનાય છે. પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક વધુ મજૂરો કાટમાળ નીચે જીવતા ફસાયેલ પડયા છે.