અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિુપલ કોર્પોરેશન ઘ્વારા અમદાવાદના અલગ અલગ ઝોન માં એસ્ટેટ્‌સ વિભાગની કામ જીતી ચાલુ છે ત્યારે ટેક્ષ નહીં ભરતા કારદારોની પ્રોપર્ટી સીલ કરવામાં આવી રહી છે ત્યારે પશ્ચિમ ઝોનમાં ટી.પી. રસ્તા ખુલ્લા કરવા, રસ્તા પરના દબાણો હટાવવા, મ્યુનિ. કોર્પોરેશનના ખાલી પ્લોટમાં થયેલા દબાણો કે મંજૂરી વિના કરાયેલા બાંધકામોને હટાવવા તથા સીલ કરવાની ઝુંબેશ ના એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરાઈ છે. જેમાં શહેરના નવરંગપુરા, પાલડી, સાબરમતી સહિતના વિસ્તારોમાં આઠ જેટલી હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી છે. આ પહેલા સાબરમતીમાં આસારામ આશ્રમે કબજાે જમાવેલા ૫૦ કરોડના પ્લોટ પરથી પણ ૬૭ જેટલા બાંધકામો દૂર કરાયા હતા.

ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં અપાયેલા દિશા નિર્દેશ મુજબ પશ્ચિમ ઝોનમાં બાંધકામ વપરાશની પરવાનગી અથવા બાંધકામ નિયમિત ન કરાવ્યું હોય તેવી હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેમાં ચાંદખેડામાં આવેલી પુષ્પમ હોસ્પિટલ, સાબરમતીમાં આવેલી પરિમલ હોસ્પિટલ, ન્યુ રાણીપની સંવેદના મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, નવા વાડજની જીવનદીપ હોસ્પિટલ, નવરંગપુરાની જગમોહન હોસ્પિટલ પ્રા.લી, પાલડીની મયુરે એમ. શાહ હોસ્પિટલ, આશિષ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા દેવ હોસ્પિટલનો સમાવેશ થાય છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ મુજબ, આગામી દિવસોમાં પણ ટી.પી રસ્તા પરના દબાણ, મ્યુનિ. માલિકીના પ્લોટ પર થયેલા દબાણ તથા પરવાનગી વિનાના દબાણો તેમજ બોર્ડ/બેનરો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.