અંક્લેશ્વર : અંકલેશ્વરમાં ભારે વરસાદ ને પગલે શાકભાજીનાં પાક ને વ્યાપક નુકશાન થયુ છે , જેના કારણે રસોઈનો સ્વાદ ફિક્કો થયો છે. 

સતત વરસાદ અને પૂર પ્રકોપ નાં પરિણામે શાકભાજી નાં માર્કેટ પર માઠી અસર પહોંચી છે , ખેતરોમાં પૂરના પાણીએ જમાવટ કરતા શાકભાજી નાં પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે , અને શાકભાજી નાં ભાવો માં વધારો નોંધ્યો છે.શાકભાજી માં રાજા ગણાતા રિંગણ ૮૦ રૂપિયે કિલો , ગુવાર ૮૦ રૂપિયે,ભીંડા ૫૦ રૂપિયે , ટામેટા ૬૦ રૂપિયે , દૂધી ૫૦ રૂપિયે , તુવર ૧૦૦ રૂપિયે , મરચા ૮૦ રૂપિયે , આદુ ૬૦ રૂપિયે સહિત નાં અન્ય શાકભાજી પણ એક કિલોનાં ૫૦ રૂપિયા થી વધુ નાં ભાવે અંકલેશ્વરનાં શકમાર્કેટમાં વેચાય રહ્યા છે. એપીએમસી નાં ડિરેક્ટર મગન પટેલ નાં જણાવ્યા મુજબ ગુજરાતભર માં વરસેલા મુશળધાર વરસાદ અને હાલમાં નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે શાકભાજી નાં પાકને મોટુ નુકશાન થયુ છે જેના કારણે એપીએમસી માં શાકભાજીની આવક માં ઘટાડો થયો છે.