વોશિંગ્ટન-

નાસાના પર્સિવિયરન્સ યાને ગુરુવારે સફળ ઉતરાણ કરી લીધાના થોડા કલાકોમાં જ ત્યાંની સપાટી પરથી ખૂબ જ વિરલ પ્રકારની તસવીરો મોકલવાનું શરૂ કર્યું હતું. કરોડો કિલોમીટર દૂર રહેલા પૃથ્વીના પાડોશી ગ્રહ મંગળની આટલી નજીકથી તસવીરો જોવા મળે એ એક લહાવો જ કહેવાય. આ યાને દુનિયા માટે પહેલો કલર્ડ ફોટો ઉપરાંત પોતાનો ફોટો પણ મોકલ્યો હતો. નાસાના હેલિકોપ્ટરે પણ પોતાની તસવીર મોકલી હતી અને જણાવ્યું હતું કે, અહીં મંગળની સપાટી પર બધું ઠીક છે. 


યાને મોકલેલા રીપોર્ટમાં મંગળનું શુક્રવારનુ તાપમાન કેટલું હતું તેની પણ રસપ્રદ વિગત છે. શુક્રવારે રાત્રે આ યાને ત્યાંનું તાપમાન 90 ડિગ્રી સેલ્સિયસ હોવાનું જણાવ્યું હતું. 

રોવરે જઝીરો નામના એક 820 ફીટ ઊંડા ખાડામાં ઉતરાણ કર્યું હતું. આ રોવર યાનના એક સોશ્યલ મિડિયા અકાઉન્ટમાં બે તસવીરો શેર કરાઈ હતી, જેમાં એકમાં યાનની અને હેલિકોપ્ટરની પોતાની તસવીર હતી જ્યારે બીજામાં પોતે જે ક્રેટરમાં છે તેની આસપાસની તસવીરો મોકલાઈ છે.