નાપા તળપદમાં એકા દાયકા પહેલાં લવિંગખાન સરપંચ તરીકે ચૂંટાયો હતો. પોલિટિક્સમાં પગ પડતાં જ તેણે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું. સત્તાનો દુરપયોગ કરી તે લોકોને ધમકાવતો હતો. લોકોની જમીન અને મકાન પર કબજાે જમાવવા સહિત તેનાં વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે. હાલમાં તેની પત્ની ગામની સરપંચ છે. તેની સાથે રહીને જ કેટલાંક કામ પાર પાડી રહ્યો છે. ગત જાન્યુઆરીમાં તેણે મોગરીની એક મહિલાને ધાક-ધમકી આપી તેમની જમીન પર કબજાે જમાવ્યો હતો. વધુમાં મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો.