મુંબઈ-

ઘણીં બધી વખત કોઈ પણ પ્રક્રિયા ની અંદર આગળ વધવા માટે તમે ક્યુઆર કોડ ને સ્કેન જરૂર થી કર્યું હશે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ ક્યુઆર કોડ કઈ રીતે જનરેટ કરી શકાય છે અને માત્ર તેટલું જ નહિ પરંતુ તેને કઈ રીતે કોઈ એક ચોક્કસ વેબસાઈટ તરફ દોરી પણ શકાય છે.

તો આ પ્રકાર ના ક્યુઆર કોડ ને જેટલા સ્કેન કરવા સરળ છે તેટલા જ તેને કોઈ એક ચોક્કસ વેબસાઈટ પર મોકલી શકાય તેવા ક્યુઆર કોડ બનાવવા પણ તેટલા જ સરળ છે. આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવીશું કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર ક્રોમ નો ઉપીયોગ કરી અને તમે કઈ રીતે આ પ્રકાર ના ક્યુઆર કોડ ને બનાવી શકો છો. અને તમે આ પ્રકાર ના ક્યુઆર કોડ ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર ગુગલ ક્રોમ ની અંદર બનાવવા માટે તમારે ગુગલ ક્રોમ ની અંદર અમુક બદલાવ કરવા પડશે જેના વિષે નીચે મુજબ જણાવવા માં આવેલ છે.

- ગુગલ ક્રોમ ઓપન કરો

- ઉપર એડ્રેસ બાર ની અંદર 'chrome://flags' ટાઈપ કરો.

-ત્યાર પછી સર્ચ બાર ની અંદર શેરિંગ હબ ટાઈપ કરો.

- ત્યાર પછી ક્રોમ ના શેરિંગ હબ ફીચર ની અંદર આપેલા ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરી અને 'એનેબલ' ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી તે જ વેબ પેજ ની અંદર સર્ચ બાર ને ક્લીઅર કરી અને તેની અંદર 'ક્યુઆર કોડ' સર્ચ કરો.

- ત્યાર પછી ક્રોમ ની અંદર આપેલ શેર ક્યુઆર કોડ ફીચર ની સામે 'એનેબલ' ના વિકલ્પ ને ડ્રોપડાઉન ની અંદર થી પસન્દ કરો.

- ત્યાર પછી ગુગલ ક્રોમ ની અંદર જે બદલવા કર્યા છે તેને લાગુ કરવા માટે નીચે ની તરફ આપેલા રિલોન્ચ ના બટન પર ક્લિક કરો.

અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી કે આ પ્રક્રિયા તમારે માત્ર એક જ વખત કરવા ની છે. જેનો અર્થ એ થાય છે કે તેના પછી પણ જયારે પણ યુઝર્સ દ્વારા કોઈ પણ વેબસાઈટ માટે ક્યુઆર કોડ બનાવવા માં આવશે ત્યારે તેઓ એ આ પ્રક્રિયા ને ફરી થી કરવા ની જરૂર નહિ પડે.

ઉપર જણાવેલ પગલાં અનુસર્યા પછી એન્ડ્રોઇડ ની અંદર ગુગલ ક્રોમ ની મદદ થી તમે નીચે જણાવેલ પગલાં નો ઉપીયોગ કરી અને ક્યુઆર કોડ ને બનાવી શકશો.

- ગુગલ ક્રોમ ઓપન કરો.

- ત્યાર પછી તમે જે વેબસાઈટ માટે ક્યુઆર કોડ જનરેટ કરવા માંગો છો તેના પર જાવ.

- ત્યાર પછી એડ્રેસ બાર પર ક્લિક કરો.

- ત્યાર પછી શેર બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી સ્ક્રીન ની નીચે ની તરફ જે પૉપ અપ આવે તે શેર શીટ ની અંદર થી ક્યુઆર કોડ પર ક્લિક કરો.

- ત્યાર પછી બીજા બધા લોકો સાથે આ ક્યુઆર કોડ ને શેર કરવા માટે ડાઉનલોડ કરો.

આ ફીચર અત્યારે માત્ર ગુગલ ક્રોમ એપ કે જે એન્ડ્રોઇડ પર છે તેના પર જ કામ કરે છે આ ફીચર ને ગુગલ ક્રોમ ના આઇઓએસ ના વરઝ્ન ની અંદર આપવા માં આવેલ નથી.