અમદાવાદ

પશ્ચિમ રેલ્વે દ્વારા અતિરિક્ત યાત્રીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ અને હાવડા વચ્ચે (એક ટ્રીપ) સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર ૦૯૪૮૧ અમદાવાદ - હાવડા સુપર ફાસ્ટ સ્પેશ્યલ (એક ટ્રીપ) ટ્રેન નંબર ૦૯૪૮૧ અમદાવાદ - હાવડા સુપરફાસ્ટ સ્પેશિયલ ૧૬ નવેમ્બર ૨૦૨૦ (સોમવાર) ના રોજ ૧૭ઃ ૧૫ વાગ્યે અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે (બુધવારે) સવારે ૦૩ઃ૩૫ વાગ્યે હાવડા પહોંચશે. આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંડીયા જ., રાજ નંદગાંવ, દુર્ગ, રાયપુર, ભાટાપરા, બિલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડકપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના રિઝર્વ કોચ રહશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે. યાત્રીઓને અનુરોધ છે કે ભારત સરકાર દ્વારા નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવા, નિર્ધારિત સમયના દોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવા, માસ્ક લગાવવા અને સામાજિક અંતર રાખવા વિનંતી છે. ટ્રેન નંબર ૦૯૪૮૧ નું બુકિંગ સુનિશ્ચિત કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ૧૫ નવેમ્બર, ૨૦૨૦ થી શરૂ થશે.