શહેરા, તા.પ 

શહેરા નગરના એસ.ટી.સ્ટેન્ડ થી મુખ્ય બજાર તરફ જતા રોડ ઉપર અને લુહાર ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરાગત રીતે દર શનિવારે હાટ બજાર ભરાય છે.આ હાટ બજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ સમાન છે. અહી ભરાતુ હાટ બજાર મા ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો કપડાં સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા આવતા હોય છે, કોરોના કહેર વચ્ચે પાછલા બે મહિના ઉપરાંતથી હાટ બજાર તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યુ હતું.જ્યારે ૪/૭/૨૦ ને શનિવારના રોજ હાટ બજારમાં મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિત અમુક લોકો એ માસ્ક ના પહરેલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા હતા. જેને લઇને નગર પાલિકાના જીતેન્દ્ર જોષી સહિત સ્થાનિક પોલીસ મથક ના પ્રકાશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ ખાતે પહોચી જઈને હાટ બજાર બંધ કરાવવા સાથે નિયમોનુ પાલન લોકો ને કરાવતા નજરે પડ્યા હતા. કોરોના નુ સંક્રમણ વધે નહી તે માટે નગર પાલિકા દ્વારા લોકડાઉન રહે ત્યા સુધી હાટ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.