થરાદ : થરાદ તાલુકાના ૯૭ ગામોને સિંચાઇના પાણી માટે વર્ષોથી વલખાં મારવા પડી રહ્યાં છે. આ અંગે સાંસદ અને ધારાસભ્ય જેવા પ્રજાના પ્રતિનીધીઓ અને ખેડુતો તથા આમઆદમીએ રજુઆતો કરીને માંગણી કરવા છતાં પણ સરકાર દ્વારા પાણી છોડવામાં આવતું નથી. જેને લઇને ખેડુતોમાં રોષની લાગણી પ્રસરી રહી છે. ખેંગારપુરાના ખેડૂત ગજાભાઇ પટેલ સહિતોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં એક સરખું પાણી મળ્યું નથી. પરિણામે પાણીનાં તળ સતત નીચાં જતાં રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને બોરની મોટરોની કોલમો ઉંડી ઉતારવી પડે છે. જાે નર્મદાની કેનાલમાં સતત પાણી વહેતું હોય તો આ કેનાલમાં કેમ નહી? કડાણાથી નેનાવા જતી કેનાલમાં પાણીના અભાવે થરાદ તાલુકાના ખેડૂતોને ખેતીમાં નુકશાન થઇ રહ્યું છે. બોર નિષ્ફળ થઇ રહ્યા છે. જાે સતત પાણી પાંચથી સાત ફૂટ પાણી સતત વહેડાવવવામાં આવે તો ભુગર્ભ જળરિચાર્જ થઇ શકે તેમ છે. આમ નહેર હોવા છતાં પાણીના અભાવે આ ગામોના ખેડૂતોને હાલાકીઓ ભોગવવી પડી રહી છે. આથી સરકાર પાસે ખેડૂતોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીયછેકે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે પણ ખેડૂતોની માંગણી અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રીમાં પત્ર લખી સુજલામ સુફલામમાં પાણી વહેલામાં વહેલું શરૂ કરવામાં આવે તેવી વિનંતી સાથે ભલામણ પણ કરી હતી. જાેકે દરમહિને કિસાન સંઘર્ષ સમિતીના નેજા હેઠળ આવેદપત્ર આપી જિલ્લા પંચાયતના સદસ્ય માંગીલાલ પટેલ લડત ચલાવી રહ્યા છે.