ઉના-

ઉનામાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. સગા પિતાએ જ પોતાની દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉનાના ભાચા ગામે હેવાન બાપ એકલતાનો લાભ લઇ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની સગીર દીકરીને ધમકાવી દુષ્કર્મ આચરતો હતો. ડરના મારી દીકરી તેની માતાને પણ વાત કરી સકતી ના હતી. જાે કે સગીરાને પેટમાં દુખાવો થતા તેને સારવાર અર્થે હોસ્ટિપટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તે સાત મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.

આ સાંભળીને સગીરાની માતાના પગતળેથી જાણે જમીન ખસી હોય તેમ માતાએ પોતાની જાતને માંડ સંભાળી અને આ વિશે દીકરીને પૂછતાં દીકરી તૂટી પડી હતી અને પોતાની આપવીતી જણાવી હતી. ત્યારે માતાએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના દીકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને હેવાન બાપ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નરાધમ બાપની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.