વલસાડ, તા.૨૫ 

  ધરમપુરના અંતરીયાળ વિસ્તાર અવેલ બોપી ગામ માં ભર ચોમાસે સૈકડો પરિવારો એ પાણી માટે યાતના વેઠવા પડી રહ્યા છે. વરસાદ ખેંચાઈ ગયેલ હોવાને કારણે લોકો ની જીવોદારી રહેલ તાન નદી પણ સુકાઈ ગઈ છે. કુવા, બોરના જળસ્તરથ નીચે જતું રહ્યું હોવા થી લોકો એ પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમવું પડી રહ્યું છે. ગામના પીપલબરડા, વડપાડા ફળિયું અને શિરીષ પાડા ફળીયાના લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી હતી.ધરમપુરથી આશરે ૨૪ કિમીના અંતરે આવેલા બોપી ગામે ડુંગર પર આશરે ૨૨૫ ઘરો ધરાવતા પીપલબરડા, વડપાડા ફળિયું ૬૦ ઘર અને શિરીષપાડા ૫૫ ઘર મળી કુલ ૩૪૦ ઘરોને પાણીની તકલીફ ઊભી થઈ છે. સરપંચ મણિલાલ ગાંવિત કહે છે નદી નાળામાં પાણી ન હોવાથી જળ સ્તર નીચા ગયા છે. પીપલબરડાના લોકોએ એક કીમી દૂર પવાર ફળિયામાં કુવા પર જવાની ફરજ પડી રહી છે. આ ત્રણ ફળિયામાં પાણીની સમસ્યા કાયમ સર્જાતી હોય છે. સમસ્યા અંગે ધારસભ્યને જિ.પં.સભ્યએ રજુઆત કરી છે. વધુમાં સરવર ફળીયાની જીવાદોરી સમાન વેરીમાં કૂવા માટે રજુઆત કરી છે. ત્યારે તંત્રએ આ ત્રણ ફળિયામાં સર્વે કરી જરૂરી બોર રિપેર કરવા અને ટેન્કર મારફતે પાણી પહોંચાડે એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. પીપલબરડા ના નીચલા ફળીયામાં વર્ષો જુના કુવામાં પાણી છે.