અમદાવાદ-

અરબી સમુદ્રમાં 'ગતિ' વાવાઝોડુ સક્રિય થયુ હોવનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે ગતિ ગઇકાલ સાંજે 6 કલાકે 32 કિમીની ઝડપે આગળ વધી રહ્યું હતું. ગતિનાં કારણે સૌરાષ્ટ્રનાં જાફરાબાદ અને વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ અને વેરાવળ બંદર પર તકેદારીના ભાગરૂપે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી કરતી વખતે એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

ડિપ્રેશન ગતિનાં કારણે પવનની ગતિમાં થોડો વધારો થયો છે. જો કે હાલનાં તબક્કે અરબી સમુદ્રમાં ડિપ્રેશનની કોઇ અસર જોવા નથી મળી રહી. હા પવનની ગતિમાં વધારો થતા તકેદારીના ભાગરૂપે હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી કરતી વખતે ધ્યાન રાખવા અને જરૂર જણાય તો દરિયાકિનારે આવી જવા સુચના આપવામાં આવી છે. હાલ દરિયામાં સામાન્ય સ્વેલીંગની સ્થિતી જોવા મળી રહી છે. તેમ છતા પણ તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો નહી ખેડવા માટે સુચના આપવામાં આવી છે.