અમદાવાદ, બાપુનગરના હાર્ટકેશ્વર અજીત મિલ રોડ પર આવેલ અતિથિ ગેસ્ટ હાઉસમાં પતિએ પત્નીની હત્યા કરી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગેસ્ટહાઉસના સ્ટાફને જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમને બોલાવી પતિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. બીજી બીજુ પોલીસની ટીમે એફએસએલની મદદથી વધુ તપાસ હાથધરી છે.

પોલીસના સુત્રોથી મળતી માહિતી અનુસાર, શહેરના અમરાઈવાડીની સ્લમ કોવોટર્શમાં રહેતા મેહુલ કુમાર સોલંકી તેમની પત્ની યોગીતાબેન સોલંકીને સાથે લઈને સોમવારે બપોરના સમયે બેંકમાં જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. બાદમાં આ દંપતી બાપુનગરના હાર્ટકેશ્વર અજીત મિલ રોડ પર આવેલ અતિથિ ગેસ્ટ હાઉસમાં રૂમ રાખી ત્યાં ગયા હતા. જાે કે પતિ પત્ની વચ્ચે અચાનક ઝઘડો થયો હતો અને બંન્ને વચ્ચે કોઈ કારણસર થયેલા ઝઘડો એટલો ઉગ્ર હતો કે, મેહુલે યોગીતાબેન પર છરી વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. બાદમાં મેહુલે પણ છરી વડે પોતાનું ગળુ કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ રૂમમાંથી લોહી બહાર નીકળતા ગેસ્ટહાઉસના સ્ટાફને રૂમની અંદર કંઈક થયુ હોવાની શંકા જતા પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. બીજી બાજુ પોલીસને કાફલો ઘટના સ્થળે આવી પહોંચતા રૂમની ડુપ્લીકેટ ચાવી વડે રૂમનો દરવાજાે ખોલી જાેત પતિ ગંભીર ઈજાગ્રસ્ત પડ્યો હતો જ્યારે પત્ની નો મૃતદેહ પડ્યો હતો. જેથી પોલીસે પતિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બીજી બાજુ આ દંપતીના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે એફએસએલની ટીમને બોલાવી હતી એફએસએલની ટીમે ઘટના સ્થળ પર આવી તપાસ હાથધરી છે.