વડોદરા-

વડોદરાનો બહુ ચર્ચિત કેસમાં આજે પત્નીઓ ને પતિના સ્પર્મના ઉપયોગથી માતા બનવા માટેની મંજૂરી આપવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે આ પ્રોસીજરમાં પતિના માતા પિતાની મંજૂરી પણ ખૂબ જ જરૂરી છે. જો તેઓ મંજૂરી આપે તો પત્ની પતિના સ્પર્મથી ગર્ભ ધારણ કરી શકે છે, હાઈકોર્ટે અવલોકન કરતાં કહ્યું છે કે એવો કોઈ કાયદો નથી જેમાં પત્ની પોતાના પતિના સ્પર્મથી માતા બની શકે નહીં.

ગુજરાત હાઇકોર્ટમાં થોડા સમય પહેલા એક પત્નીએ પોતાના બીમાર પતિના સ્પર્મનો ઉપયોગ કરી ને માતા બનવા માટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને ત્વરિત જ સુનાવણીની માગણી કરી હતી. હાઈકોર્ટે અરજદારની તમામ દલીલો સાંભળી હતી અને પતિના સ્પર્મ લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ટેસા પદ્ધતિથી પતિના સ્પર્મ લઈને ફ્રિજ કર્યા હતા હાઈકોર્ટે તેમણે અપ્લાય કરવાની મંજૂરી આપી નહોતી. ત્યારબાદ 2 દિવસમાં જ પતિનું મૃત્યુ થયું હતું. આજે હાઈકોર્ટે આ મુદ્દે અવલોકન કર્યું છે અને પત્ની ને પાર્ટીના ફ્રિજ કરેલા સ્પર્મથી માતા બનવા માટે મંજૂરી આપી છે. હાઈકોર્ટે વધુમાં કહ્યું છે કે આ બાબતે પતિના માતા પિતાની પણ અનુમતિ હોવી જરૂરી છે. કોઈ પણ પત્ની પતિના સ્પર્મથી માતાના બની શકે તેવો કોઈ કાયદો નથી.

હાઇકોર્ટના વકીલ નિલય પટેલએ હાઇકોર્ટના અવલોકન બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે આ કેસમાં એક પત્નીની જીત થઈ છે. પતિને કોરોના થતાં તેમના લગભગ બધા જ અંગો ખરાબ થઈ ગયા હતા. ડોક્ટરે પણ આશા છોડી દીધી હતી. 20 જુલાઈએ હાઈકોર્ટે મંજૂરી આપી ત્યારબાદ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પીટલમાં આ પ્રોસીજર હાથ ધરવામાં આવી હતી. આજે હાઈકોર્ટે પત્નીને આ ફ્રિજ કરેલા સ્પર્મથી માતા બનવા માટેની મંજૂરી આપીએ છે એ ખૂબ જ ખુશીની વાત છે. ગુજરાતમાં આ પહલો કિસ્સો છે જેમાં એક પત્ની એ પતિની યાદોને જીવતી રાખવા માટે હાઇકોર્ટનો સહારો લીધો અને જીત મેળવી છે.આગામી સમયમાં હવે પતિના ફ્રિજ કરેલા સ્પર્મથી પત્ની ગર્ભ ધારણ કરી શકશે. આ તમામ પદ્ધતિ બરોડાની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. આઈ વી એફ પદ્ધતિથી એક પત્નીને પોતાના પતિના સંતાનની માતા બનવાનો અવસર મળશે. હાઈકોર્ટે નોધ્યું હતું કે આવો ભૂતકાલમાં કોઈ કિસ્સો સામે આવ્યો નથી.