હૈદ્રાબાદ-

સુરક્ષા મામલે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે ૧૬ માં સ્થાન પર ઉભરી આવ્યુ છે.

બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં આ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તેલંગણાના પોલીસ મહાનિર્દેશક મહમદ રેડીએ કરેલ ટવીન અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર ૩ લાખ કેમેરા લાગેલા જોવા મળ્યા છે. આ એક એવુ શહેર ગણાવવામાં આવ્યુ કે જેની વસ્તી એક કરોડથી વધુની છે. તેમ છતા સુરક્ષાની બાબતમાં શાબાશી મેળવી જાય છે. 

હૈદ્રાબાદ પોલીસ આયુકત અંજની કુમારે જણાવેલ કે આ અમારી અને એ લોકોની સહયારી સફળતા છે. જેમણે નેનોસાયન્સદ્વારા ત્રણ લાખ કેમેરા લગાવ્યા. હજુ આગામી ચાર વર્ષમાં હૈદ્રાબાદમાં વધુ ૧૦ લાખ સીસીટીવી કેમેરા લગાવવાનું લક્ષ્‍ય સેવવવામાં આવ્યુ છે.