મહામારી કોરોનાને કારણે હાલ શૂટિંગ બંધ છે. અમિતાભ બચ્ચન ઘરે રહીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. તેણે એક પોસ્ટમાં કÌšં કે, આ લોકડાઉન દરમ્યાન તેમણે જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું છે એટલું ૭૮ વર્ષના તેમના જીવનકાળમાં નથી શીખી શકયા. આ મેસેજ તેમણે હિન્દી અને અંગ્રેજી ભાષામાં શેર કર્યો હતો. તેમણે પોસ્ટ શેર કરી લખ્યું કે, આ લોકડાઉન કાળમાં મેં જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું એટલું હું મારા ૭૮ વર્ષના જીવનકાળમાં ન શીખી શક્યો ન સમજી શક્યો અને ન જાણી શકે હકીકતને વ્યક્ત કરવી, આ સીખ, સમજ અને જાણવાનું પરિણામ છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર અવારનવાર જિંદગી સાથે સંકળાયેલ વાતો શેર કરતા રહે છે. કોઈવાર તેઓ પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતા પણ શેર કરે છે. તેમના ફોટો સાથે કેપ્શનમાં આ બધી વાતો શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન હવે ગુલાબો સિતાબો ફિલ્મમાં દેખાવાના છે. અમિતાભ અને આયુષ્માન સ્ટારર આ ફિલ્મ ૧૨ જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે.