સુરત-

આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે જેને લઇ રૂપાણી સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 5 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને સાથો સાથ વિપક્ષને બેરોજગારીનો મુદ્દો ન મળે આ માટે 9 દિવસ સુધી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ખાતે યોજવામાં આવેલા રોજગાર દિવસ નિમિત્તે વિજય રૂપાણીએ બેરોજગારી માટે નહેરુ અને કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા હતા. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ જે કહે છે તે કરે છે અમે ખોટા વચન આપતા નથી.

સીએમ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમુક લોકો બેકાર થઈ ગયા છે તેની માટે મારી પાસે કોઈ ઉપાય નથી, કોંગ્રેસ પર પ્રહાર કરતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તમે બેકાર થઈ ગયા છો તમારી દુકાન બંધ થઈ હતી. તમારી બેકારી પ્રજાએ કરી છે તમારું સ્થાન પ્રજાએ બતાવ્યુ છે. આ માટે કાર્યક્રમોમાં વિરોધ બતાવે છે. 50 વર્ષ સુધી શાસન કર્યું તેમ છતાં બેકારી વધી છે, ડીગ્રી હોવા છતાં યુવાનો નહેરુ જી રોજગાર આપો આ માંગ હતી. પરંતુ રોજગારી આપી નથી. તમારી દાનત અને નિયત નહોતી જેના કારણે લોકોને કામ નથી મળ્યા. દેશમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મૂળમાં કોંગ્રેસ છે. વડાપ્રધાન મોદી આવ્યા બાદ ગરીબોની જરૂરિયાત પૂર્ણ થાય એ માટે વડાપ્રધાન મોદીએ ચિંતા કરી છે ગરીબી દૂર કરવા કટિબદ્ધ છીએ. સરકારી નોકરી પર કોંગ્રેસે પ્રતિબંધ મુક્યા હતા. 2 લાખ લોકોને સરકારી નૌકરી આપી છે. યુવાનોના નામે ખોટા આંસુ વહાવે છે. GPSCની સેવાઓ નિયમિત લેવામાં આવી રહી છે. 2085 રોજગાર મેળા કર્યા છે. 25 લાખ થી વધુ પરપ્રાંતીય મજુરોને તેમના રાજ્યમાં કોરોના કાળમાં મોકલ્યા જેના કારણે ખબર પડી કે આટલી સંખ્યામાં લોકોને ગુજરાત રોજગાર અપાઈ છે. આવનારા દિવસોમાં વધુમાં વધુ ઉદ્યોગ લાવવું છે.