વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી ટાણે પુત્રને ટીકીટ ન અપાતા છછેડાયેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા પક્ષના ર્નિણય સામે ખુલ્લે આમ બળવો કરીને એને અપક્ષ ઉમેદવારી કરાવાઈ હતી. પરંતુ ત્રણ સંતાનોને લઈને એનું ઉમેદવારીપત્ર રદ્દ કરવામાં આવ્યું હતું. આ પછીથી પણ દબંગ ધારાસભ્ય સામે પગલાં લેવામાં ૫૬ ઇંચની છાતી ધરાવનારાઓ અને મર્દ મરાઠાના હાથ કાપતા હતા.જેને લઈને મધુએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોતાની પુત્રીને વાઘોડિયાના ગોરજની બેઠક પર ટિકિટ ન આપતા કોઈપણ પ્રકારનો વિરોધ કર્યો નહોતો.પરંતુ પુત્રી ખુલ્લે આમ એમના ચુસ્ત ટેકેદારને મદદ કરતી હોવા છતાં પણ કોઈપણ પ્રકારના સંકોચ વિના પાર્ટીના વહિપની વિરુદ્ધમાં જઈને ખુલ્લે આમ અપક્ષ ઉમેદવારી કરનારનો પ્રચાર પ્રસાર કરી રહ્યાનું એમઃના મત વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે.આ સમગ્ર બાબત જિલ્લા ભાજપના અને પ્રદેશના ધ્યાનમાં હોવા છતાં પણ વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. અગાઉ એક જાહેર સભામાં સરકારી અધિકારીઓ અને પોલીસને બેફામ ભાડનાર મધુના વાણી વિલાસની ખુદ એ સમયે વડોદરા શહેરમાં ઉપસ્થિત રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ટીકા કરવામાં આવી હતી.તેમ છતાં પણ વાણી પર ક્યારેય અંકુશ ન રાખનાર અને પક્ષના મોવડીઓને પણ જાણે કે ખિસ્સામાં લઈને ફરતા હોય એવી રીતે મધુ શ્રીવાસ્તવ કાયમ વિવાદાસ્પદ નિવેદનો કરવાને માટે પંકાઈ ગયા છે. તેઓએ ખુલ્લે આમ જાહેરમાં જણાવ્યું કે, હું ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા પછીથી પણ ખુલ્લેઆમ પ્રચાર પ્રસાર કરનાર છું. જે અધિકારીની તાકાત હોય એ એનાથી થાય તે કરીલે.આ નિવેદનને લઈને મધુ વધુ એકવાર ચર્ચામાં આવ્યો છે. તેમ છતાં આ બાબતે વધુ એકવાર પક્ષના પ્રદેશ અને જિલ્લાના મોવડીઓની લાચારી મધુ આગળ છતી થઇ ગઈ છે.

મઘુશ્રીવાસ્તવને સવાલ કરનાર મતદારને ધારાસભ્યએ પીધેલો અને ગુંડો ગણાવ્યો

વાઘોડિયાના ધારાસભ્ય મઘુશ્રીવાસ્તવને સામે ભાજપના કાર્યકરે સવાલો ઉઠાવતા ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વાઘોડિયામા ચુંટણી પ્રચારની જાહેર સભામા ભાજપના કાર્યકરનો પિત્તો ગયો હતો અને કહ્યું હતું કે, વાઘોડિયાની ભાજપની એક મહિલા કાર્યકરની આબરુ લેવાની ઘમકી કેમ આપી ? ભાજપના સાત સભ્યોને ટિકીટ કેમ ના અપાઈ ?

તુ કેવુ કામ કરે છે ? કંચનભાઈ ગરોડીયા નામના કાર્યકર્તાના સવાલથી મધુશ્રીવાસ્તવ સ્તબ્ધ થયા હતા. જાહેર મંચ પરથી આ દારુ પિઘેલો છે,

પોલીસને બોલાવો, તેમ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. જાેકે, ભાજપના કાર્યકરેએ દારૂ પીવે છે, હું પીતો નથી ગુંડા જેવા માણસે, મને મારી નાંખવાની ધમકી આપી એમ જણાવ્યું હતું.