અમદાવાદ-

કોરોના મહામારી વચ્ચે નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલી રહી છે. જાે કે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા અનેક વખત સૂચના આપવામાં આવ્યા છતાં લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. એવામાં જ્યારે પોલીસ તેમના પર કાર્યવાહી કરે છે, ત્યારે નાગરિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા સામે આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં શહેરના સેટેલાઈટ વિસ્તારમાં માસ્કનો મેમો ભરવા મામલે કારમાં બેઠેલી મહિલા અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી.

જે બાદ પોલીસ ફરજમાં અડચણરૂપ થનાર મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઁજીૈં એઆર બાથમ સહિત તેમની ટીમ માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી કરી રહ્યાં હતા. આ દરમિયાન ઈસરો તરફથી આવી રહેલી એક કારને પોલીસે અટકાવી હતી. આ કારમાં ચાલકની બાજુમાં બેઠેલી મહિલાએ યોગ્ય રીતે માસ્ક પહેર્યુ ના હોવાથી પોલીસે દંડ ભરવા જણાવ્યું હતું.

મહિલા દંડ ભરવાની જગ્યાએ ઉશ્કેરાઈ ગઈ હતી અને ત્યાં ઉપસ્થિત મહિલા પોલીસ સાથે માથાકૂટ કરવા લાગી હતી. મેમો ભરવાનું કહેતા મહિલાએ પોલીસને ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, હું મેમો ભરવાની નથી. ચલ ફૂટ હું તને જાેઈ લઈશ. એમ કહીને મહિલા પોલીસને ધક્કો માર્યો હતો. આખરે પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતાં તેની પર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૬,૧૮૮ અને ૨૯૪ અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ કરી છે.