દુબઈ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલે સોમવારે શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી અવિશ્કા ગુનાવર્દનેને ભ્રષ્ટાચારના આરોપોથી મુક્ત કરી દીધા, જેથી તેને તાત્કાલિક અસરથી ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. ગુનાવર્દને ઉપર અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા ભ્રષ્ટાચારના બે આરોપો મૂકવામાં આવ્યા હતા. ટ્રિબ્યુનલે શ્રીલંકાના નુવાન ઝોયસા સામે એક આરોપ (૨.૪.૬) માન્ય રાખ્યો હતો પરંતુ અન્ય ત્રણ આરોપોને ફગાવી દીધા હતા.

આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલી એક રજૂઆત અનુસાર આ કેસમાં વિગતવાર ર્નિણય યોગ્ય સમયે સંબંધિત પક્ષોને મોકલવામાં આવશે અને તેની સામે અપીલ કરી શકાય છે. ગુનાવર્દન સામે કલમ ૨.૧.૪ હેઠળ ચાર્જ લગાડવામાં આવ્યો હતો, જે સીધા કે આડકતરી રીતે કલમ ૨.૧ તોડવા માટે પૂરી પાડે છે. તેમની ઉપર કલમ ૨.૪.૫ હેઠળ પણ આરોપ મૂકાયો હતો, જેમાં એસીયુને ભ્રષ્ટાચારને લગતા પ્રયત્નોથી વિલંબ કર્યા વિના જણાવવાની જોગવાઈ છે. ઝોયસા પર મેચ અને પરિણામના અન્ય પાસાઓને પ્રભાવિત કરવા સિવાય એસીયુની તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે. ગયા મહિનામાં જોયસા પર છ વર્ષ માટે આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટ દ્વારા પ્રતિબંધ મૂક્યો હતો.