દિલ્હી-

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કોરોનાવાયરસની તપાસ માટે ફેલુડા પરીક્ષણ સંબંધિત એડવાયઝરી જારી કરાઈ છે. ફેલુડા પેપર સ્ટ્રીપ ટેસ્ટ એ એક સસ્તી, ઝડપી અને આરટી-પીસીઆર પરીક્ષણ જેટલી સચોટ પરીક્ષણ છે. ફેલુડા પેપર સ્ટ્રીપ ટેસ્ટને આરટી-પીસીઆર પરીક્ષણની સમકક્ષ માનવામાં આવશે અને સીએસઆઇઆર-આઇજીઆઇબી દ્વારા વિકસાવવામાં આવી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) એ તેને મંજૂરી આપી દીધી છે.

હવે તેને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે, હવે સરકાર અને ખાનગી લેબો જે આરટી-પીસીઆર પરીક્ષણ કરી રહી છે, પણ આ પરીક્ષણ કરી શકે છે. ઉત્પાદક દાવો કરે છે કે આ પરીક્ષણ પૂર્ણ થયા પછી, આરટી-પીસીઆર પરીક્ષણ દ્વારા પુષ્ટિ કરવાની જરૂર નથી. આ પરીક્ષામાં, જે વ્યક્તિ પોઝેટીવ હશે  તેને પોઝેટીવ માનવામાં આવશે અને જે વ્યક્તિ નગેટીવ હશે તેને નેગેટીવ માનવામાં આવશે.