નવી દિલ્હી

કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે આઈસીએસઈ(ICSE) બોર્ડે 10માંની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આઈસીએસઈ બોર્ટે કહ્યુ કે 12માંની પરીક્ષા માટે સ્થિતિને જોયા બાદ ઑફલાઈન પરીક્ષા આયોજિત કરવા માટે વિચારવામાં આવશે. આ પહેલા સીબીએસઈ બોર્ડે પણ 10માં બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી હતી અને 12માંની પરીક્ષા પર નિર્ણય બાદમાં લેવાની વાત કહી છે. કોરોનાને જોતા ઘણા રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે.

આ પહેલા આઈસીએસઈ બોર્ડે કહ્યુ હતુ કે 10માંની પરીક્ષાઓ છાત્રો માટે વૈકલ્પિક રાખવામાં આવશે. જે છાત્ર ધોરણ 10ની પરીક્ષા આપવા માંગતા હોય તે પરીક્ષા આપી શકે છે. બોર્ડ તેમના માટે મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. પહેલાના નોટિફિકેશનમાં બોર્ડે કહ્યુ હતુ કે જે પણ છાત્રો 10માંની પરીક્ષા આપવા નથી માંગતા તે બાદમાં 12માં ધોરણના છાત્રો સાથે પરીક્ષા આપી શકે છે. જો કે આઈસીએસઈ બોર્ડે પહેલા જ 12માંની પરીક્ષા સ્થગિત કરી દીધી હતી. બોર્ડે કહ્યુ હતુ કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂનમાં લેવામાં આવશે.

આઈસીએસઈ બોર્ડની 10માંની પરીક્ષા 4 મે, 2021થી શરૂ થવાની હતી અને 7 જૂન, 2021 સુધી ચાલવાની હતી. વળી, 12માં ધોરણની પરીક્ષા 8 એપ્રિલથી શરૂ થવાની હતી અને 18 જૂને છેલ્લી પરીક્ષા હતી. ઉલ્લેખનીય છે કે સીઆઈએસઈ(CISCE) બોર્ડમાં બે બોર્ડ શામેલ છે. 10માંની પરીક્ષા આઈસીએસઈ(ICSE) બોર્ડ આયોજિત કરે છે અને 12માંની પરીક્ષાઓનુ આયોજન (ISC) બોર્ડ કરે છે.