વડોદરા, તા. ૩૧

વહેલી સવારે કડકડતી ઠંડીની સાથે ધુમ્મસની ચાદર સમગ્ર શહેર પર પથરાઈ જતા હિલ સ્ટેશન જેવો માહોલ જાેવા મળ્યો હતો. દિવસ દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી સત્તર કિ.મી.ની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા રાત્રી દરમ્યાન મોટા ભાગના રાજમાર્ગો સૂમસામ નજરે પડ્યા હતા. તે સિવાય ઠેર- ઠેર લોકો તાપણાં કરતા પણ નજરે પડ્યા હતા.

ઠંડીમાં ધટાડો નોંધાયા બાદ ફરીથી કડકડતી ઠંડીનો પ્રકોપ શહેરીજનો પર વરસતા સમગ્ર શહેર ઠૂંઠવાયુ હતું. વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ વધી જતા વિઝીબ્લીટીમાં પણ ધટાડો જાેવા મળ્યો હતો. હાઈ – વે પરથી પસાર થતા વાહનોને ધુમ્મસના કારણેે ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસ છવાઈ જવાને કારણે અકસ્માતની ભીતી પણ વાહનચાલકોમાં જાેવા મળી હતી. તે સિવાય વહેલી સવારે તેમજ રાત્રી દરમ્યાન બર્ફિલા પવનો ફૂંકાતા હોવાથી શહેરીજનો તેમના ઘરની આસપાસ તાપણું કરતા નજરે પડ્યા હતા. અનેક રાજ્માર્ગો પણ સૂમસામ જાેવા મળ્યા હતા. તે સાથે જ વિવિધ જળાશયોમાં યાયાવર પક્ષીઓનું પણ આગમન શહેરમાં થયેલું જાેવા મળ્યું હતું. વહેલી સવારે તેમજ રાત્રી દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી સત્તર કિ.મી. ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ જાેવા મળ્યો હતો. શહેરમાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૭.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાનમાં ૧.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ધટાડા સાથે તાપમાન ૧૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ ૯૪ ટકાની સાથે સાંજે ૫૪ ટકા નોંધાયું હતું.

 વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૪.૬ મીલબાર્સ નોંધાયું હતું.