વડોદરા ઃ ઉત્તર તરફ થી ૧૪ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાતાં તેમજ તાપમાનનો પારો ૧૩.૮ ડિગ્રી થતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. તેમાંય વહેલી સવારે અને રાત્રે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના સપાટાથી સામાન્ય જન જીવન ખોરવાઈ ગયું છે. જાે કે, વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં બે દિવસ થી ફરી ઉત્તર તરફથી ઠંડો પવન ફૂંકાતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીના કારણે બાગબગીચાઓમાં મોર્ન્િંાગ વોકર્સની સંખ્યા વધી છે તો બીજી તરફ ગરમ વસ્ત્રોના બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધી છે. આજે ઉત્તર તરફથી ૧૪કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાવાની સાથે તાપમાનમાં પણ ઘટાડો થતાં લોકો ઠૂંઠવાયા હતા. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા જે સાંજે ૬૨ ટકા અને હોવાનું દબાણ ૧૦૦૮.૨ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફંૂકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧૪કિ.મી. નોંધાઈ હતી.