રાજપીપળા, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા બીટીપી-એઆઇએમઆઇએમ ગઠબંધનના નેતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદીત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે તો સામે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સણસણતો જવાબ આપ્યો છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતુ કે ઈકો સેન્સેટિવ ઝોન અને ગામડાના લોકોને બેરોજગરી એ અમારો મુખ્ય મુદ્દો હશે.સરકાર આદિવાસીઓ અને મુસ્લિમોને માણસ ગણતી જ નથી એટલે જ માનવતાના આધારે બીટીપી-એઆઇએમઆઇએમ નું ગઠબંધન થયું છે.જાે સરકાર આદિવાસીઓને હિંદુ ગણતા હોય તો અમને સિડયુલ ૫-૬ આપી દેવા જાેઈએ. દેશના આદિવાસીઓ હિંદુ છે એવુ જાે ભાજપ માનતું હોય મગજમાંથી કાઢી નાખે, આદિવાસીઓ હિંદુ છે જ નહીં અને જાે ઈતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી. હિંદુ ધર્મની સ્થાપના કોણે અને ક્યારે કરી એ અમને બતાવો.છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીના મત છે એ મત ભેગા કરી અમે ચૂંટણી લડીશું.ભાજપ મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીમાં ભાગલા પડાવી રહ્યું છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસીઓ હિંદુ હતા છે અને રહેશે.આદિવાસીઓઆદી અનાદી કાળથી હિંદુ છે.શબરી માતા આદીવાસી હતા એમણે હિંદુ દેવ શ્રી રામની ભક્તિ ઉપાસના કરી હતી.હિંદુ ધર્મની સ્થાપનાની તો ઘણી બધી સાબિતી છે.

ઈકો સેન્સેટિવ ઝોનની કાયમી એન્ટ્રી રદ થઈ છે, બીટીપી ગેરમાર્ગે દોરે છે ભાજપ સાંસદ મનસુખ વસાવા

 સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૧૨૧ ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા બાદ ખેડૂતોના કટિયામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પાડવામાં આવતા વિવાદ થયો હતો.જાે કે મનસુખ વસાવા અને કોંગ્રેસ મ્‌ઁ ના વિરોધ બાદ સરકારે એન્ટ્રી કાયમી ધોરણે રદ કરતા વિવાદ થમ્યો હતો.ત્યારે બીટીપી હાલમાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આંદોલન ચલાવી રહ્યુ છે.બીટીપી નું કેહવું છે કે ચૂંટણીને લીધે ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી હાલ પૂરતી સ્થગિત કરી છે ચૂંટણી પત્યા બાદ સરકાર એન્ટ્રીઓ પડવાનું ફરી ચાલુ કરશે. બીટીપીના આ નિવેદનને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જુઠાણું દર્શાવ્યું છે અને કહ્યુ છે કે મ્‌ઁ લોકોને ભરમાવી રહી છે ગેરમાર્ગે દોરી રહી છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ૧૨૧ ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા આદિવાસીઓનો આક્રોશ કેવો છે એ બાબતે મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વન મંત્રી ગણપત વસાવા સાથે રૂબરૂ ચર્ચાઓ કરી હતી.