જામનગર, જામનગરની જી.જી હોસ્પિટલ શોષણ મામલે મહિલા ન્યાય મંચ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રકરણની એટેન્ડન્ટ મહિલાઓ દ્વારા પોતાની સાથે દુર્વ્યવહારની રજૂઆત અને દુર્વ્યવહાર આચરણના નામ જાેગ કરેલી હોવા છતાં તેમના નિવેદનો જ્યારે લેવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના નિવેદનો તોડી-મચોડીને આવું કંઈ બન્યું જ નથી તેવું ધરાર લખવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.આ મામલે મહિલા ન્યાય મંચ દ્વારા નિવેદનો લેવા ગયા બાદ પણ પોલીસ દ્વારા આ ગુનેગારો સામે કોઈ કાર્યવાહી ન કરતા આ પીડિત મહિલાઓ તથા નજર સમક્ષ આ બધું પ્રકરણ જાેનાર સહ કર્મચારીઓએ મહિલા ન્યાય મને રૂપિયા ૧૦૦ના સ્ટેમ્પ ઉપર નિવેદનો લખી આપેલ છે. જે નિવેદનો આવેદનપત્ર સાથે સામેલ કરી પોલીસ સમક્ષ રજુ કર્યા છે.જે ધ્યાને લઇને તાત્કાલિક ધોરણે આવા લોકોને જેવા કે એલ.બી. પ્રજાપતિ તથા અન્ય શખ્સો જેની ફરિયાદ કરવામાં આવી છે તેઓ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માગણી મહિલા ન્યાય મંચ જામનગર દ્વારા કરાઇ હતી.જાે આવા રાક્ષસી માનસ ધરાવતી વ્યક્તિને જલ્દી પાંજરે પૂરાય તે જરૂરી છે જેથી તાત્કાલિક આમની ધરપકડ કરવામાં આવે અને જાે ૨૪ કલાકમાં આ નરાધમો ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો જામનગરની જાહેર સંસ્થાઓ અને સાથે મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખી મહિલા ન્યાય મંચ ઉપવાસ આંદોલન ઉપર બેસીશું જેની ગંભીર પડે નોંધ લેવા પોલીસને રજૂઆત કરી હતી.જ્યારે રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રકરણ બાબતે કડક પગલાં લેવાના આદેશો આપ્યા છે ત્યારે જામનગરની કમિટી બનાવી છે તે આ બાબતે ઢીલી નીતિ હોય તેવું પણ આક્ષેપો કર્યા છે.પીડિત દીકરીઓ અને તેમના સહકર્મચારીઓ જેને આ કૃત્ય થતા જાેયું થયું છે. નિવેદન રૂ૧૦૦ સ્ટેમ્પ ઉપર નોટરી રાઈસ કરી પોલીસને આપેલા છે. ૨૪ કલાકમાં ગુનેગારો પર એફ.આઇ.આર નહી ફાટે તો અમે ધરણા પર બેસીસુ.