દિલ્હી-

હરિયાણાના ફરિદાબાદના વલ્લભગઢમાં કોલેજમાંથી બહાર નિકળી રહેલી એક વિદ્યાર્થિનીની સોમવારે રોડ પર જ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ મામલામાં યુવતીના પરિવારજનોએ સ્ફોટક આરોપ મુક્યો છે કે, હત્યા કરનાર તૌસીફ યુવતીનુ બળજબરથી ધર્મપરિવર્તન કરાવવા માંગતો હતો.જાેકે યુવતી તેના દબાણને વશ ના થતા પહેલા તેણે અપહરણનો પ્રયાસ કર્યો હતો અને તે સફળ નહીં થતા તેણે ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. યુવતીના પરિવારજનો ભારે રોષમાં છે.ન્યાય મેળવવા માટે પરિવારજનોએ મંગળવારે ચક્કાજામ કર્યો હતો.તેમણે આરોપ મુક્્યો હતો કે, મરનાર નિકિતા પર તૌસીફ ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો.એવી જાણકારી મળી છે કે, હત્યા કરનારાની સાથે અન્ય એક યુવક પણ હતો.એક યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.બીજાે આરોપી ફરાર છે. 

યુવતી નિકિતાના એક સબંધીએ કહ્યું હતુ કે, નિકિતા પર તૌસીફ વારંવાર નિકિતા પર મુસ્લિમ બની લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો.આ પહેલા પણ તેણે નિકિતાનુ અપહરણ કર્યુ હતુ.તે વખતે અમે પંચ સમક્ષ મામલો નિપટાવી લીધો હતો.આમ છતા તે ફોન પર લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો.યુવતીએ ના પાડી તો તેની ગોળી મારીને હત્યા કરી નાંખી છે. આરોપી તૌસિફ મેવાતના એક ગામડાનો રહેવાસી છે.પરિવારની માંગણી છે કે, સમગ્ર મામલાની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટ આ મામલાની સુનાવણી કર