ચંદિગઢ-

જીએસટી અંગે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવતા પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન એ અમરિન્દરસિંહે કહ્યું કે જો કેન્દ્ર પાસે નાણાં ન હોય તો અમે ક્યાંથી લાવીશું?

કેપ્ટન અમરિન્દરે કહ્યું, 'મને કહેવામાં આવ્યું હતું કે જીએસટી ચુકવણી નહીં મળે. માર્ચથી મને કોઈ જીએસટી ચુરવણી નથી મળી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જીએસટીને વળતર ચૂકવવા માટે બંધાયેલા નથી અને જીએસટી કાઉન્સિલને કોઈ બીજી રીત શોધી કાઢવી જોઈએ.

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે પંજાબના નાણામંત્રી કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતામરણને મળવા ગયા હતા. આ બેઠક દરમિયાન નિર્મલાએ કહ્યું કે તેની પાસે પૈસા નથી. અમરિંદરસિંહે કહ્યું, 'જો તમારી પાસે પૈસા ન હોય તો અમે પૈસા ક્યાંથી મેળવીશું? અમે તમને ટેક્સ વસૂલવાનો અધિકાર આપ્યો છે અને તેનો અમુક ભાગ અમને આપવાનું તમારું કામ છે. પરંતુ તમે તે આપવા માંગતા નથી. મારી પાસે પૈસા નથી, કેન્દ્ર સરકાર અમને આપી રહી નથી. મારા રાજ્યના તમામ આંકડાઓ નકારાત્મક થઈ રહ્યા છે.

નિયમ મુજબ જીએસટી સંગ્રહનો એક ભાગ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આવકના નુકસાનની ભરપાઇ કરવા માટે આપવો પડશે. પરંતુ કોરોના સંકટ વચ્ચે અર્થવ્યવસ્થાની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ કેન્દ્ર સરકાર માર્ચથી રાજ્યોને આ વળતર આપતી નથી. કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું, 'માર્ચ મહિનામાં અમે બધુ રોકી દીધું. લુધિયાણાના તમામ 1.34 લાખ ઓદ્યોગિક એકમો બંધ રહ્યા હતા. હવે ફેક્ટરીઓ શરૂ થઈ રહી છે અને 16 લાખ પરપ્રાંતિય મજૂરો પરત ફરી રહ્યા છે. પરંતુ અમને કોવિડ -19 સાથેના વ્યવહારમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ ટેકો મળી રહ્યો નથી. સરકારે અમને અત્યાર સુધી માત્ર 101 કરોડ રૂપિયા આપ્યા છે, જ્યારે આપણા રાજ્યે તેના પર 500 કરોડનો ખર્ચ કર્યો છે. અમારી પાસે પૈસા નથી કારણ કે અમે અન્ય રાજ્યોની જેમ મજબૂત નથી.