આણંદ, તા.૬ 

શાળા-કોલેજાની ફી માફીના મુદે આજરોજ આણંદ જીલ્લાની કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત એનએસયુઆઇના ૫ જેટલાં કાર્યકર્તાની પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ તમામ ધરપકડ કરાયેલાં કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હતા.

આણંદ જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ મોનાંક પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, શાળા અને કોલેજાે સૌથી પહેલાં બંધ થઈ છે અને સૌથી છેલ્લે ચાલું થવાની છે. તો શાળા અને કોલેજાના સંચાલકો હાલ કોરોનાની મહામારી દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ફી ઉઘરાવવાનું બંધ કરે. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતભરમાં એનએસયુઆઇ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા અને કોલેજાના ફી માફીના મુદેના બે દિવસ પૂર્વે આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટર અને શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજ રોજ ઉક્ત મુદે એનએસયુઆઈના કાર્યકરોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આણંદ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ૫ની પોલીસ દ્વારા ધરપકડ, બાદમાં મુક્ત કરાયાં

શાળા-કોલેજા ફી માફીના મુદે આણંદ જિલ્લા એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શિક્ષણાધિકારીની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે આણંદ જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ મોનાંક પટેલ, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ ચાવડા, આણંદ જિલ્લા કોંગ્રેસના મંત્રી મેહમુદ રાણા અને આણંદ શહેરના મહામંત્રી જગદીશભાઈની ધરપકડ કરી હતી. બાદમાં આ તમામને પોલીસે મુક્ત કર્યા હતાં.