ગાંધીનગર-

શિક્ષિત બેરોજગાર યુવા આંદોલન સમિતિ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજ સિંહ જાડેજા અને દિનેશ બાંભણીયા દ્વારા પ્રેસને સંબોધન કરવામાં આવ્યું હતું. શિક્ષિત બેરોજગારી આંદોલનના સમિતિના સભ્યો સાથે ૧૦ દિવસ પહેલા થયેલી બેઠક બાદ ફરી એકવાર આંદોલનકર્તા સમિતિએ સરકાર સામે મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ આંદોલન શરૂ કરવામાં આવશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર સાથે બેઠક થઇ તેના દસ દિવસ પૂર્ણ થયા છે. દસ દિવસમાં બીજી બેઠક બોલવાવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે ગઇકાલે મુખ્યમંત્રી પત્ર દ્વારા આગામી ૨૬ જુલાઇ સુધીમાં બેઠકનું આયોજન કરે તેવું જણાવવામાં આવ્યું છે. સરકાર બીજીવાર બેઠક બોલાવે ત્યારે અમારા પ્રશ્નો પૂરા થશે તેવા અમે આશાવાદી છીએ. યુવાનોનું ભવિષ્ય સુધરે તે માટે આંદોલન અને સંવાદ બંને કરી રહ્યાં છીએ.

સમિતિએ દ્વારા સરકારને ચીમકી આપતા કહેવામાં આવ્યું છે કે. સરકાર જાે ત્વરિત બેઠક નહિ કરે તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે. ધાર્મિક અને સામાજિક સંગઠનોનું સમર્થન લેવામાં આવશે. અમારા લોકો ઉપર કેસ કરવામાં આવી રહ્યાં છે. તો આ પ્રકારે લોકશાહીનું હનન ન થયા તેવી અમારી માગણી છે. ૭૨ ધારાસભ્યોએ અમારી માગણીને સમર્થન આપ્યું છે.